સ્કૂલમાં બાળકોને લેવા, મૂકવા જતા વાહનોમાં અનેક નાના મોટા અકસ્માતમાં બનાવો બને છે તેને લઈને ગોંડલ શહેર પોલીસે શહેરમાં ચાલતા સ્કૂલ, પ્લે હાઉસ, ટ્યુશન કલાસીસ માટેના વાહનો કે જે બાળકોને લેવા,મૂકવા જાય છે તેવા વાહનોને રોકીને ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા ફાયર સેફટી, ઇમરજન્સી દરવાજા, ઓવર લોડ વગેરેને લઈને તપાસ કરવામાં આવી હતી અને વાહન ચાલકોને કાયદાનું પાલન કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે શહેર પોલીસના પીઆઇ એ.સી.ડામોરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરી અને નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓને બેસાડનાર ત્રણ જેટલા વાહનોને હાજર દંડ આપવામાં આવ્યો હતો વાહન ચાલકોને નિયમ મુજબ બેસાડવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.