ધોરાજીના મોટીમારડ ગામે મહીલા ની છેડતી કરી ને માર માર્યો હોવાની બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પાટણવાવ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ મોટીમારડ ગામમાં રહેતી એક મહિલા એ પાટણવાવ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપી પંકજ ભાઈ રમેશ ભાઈ અને તેના રમેશ ભાઈ પૂજા ભાઈ વિરુદ્ધ માં ફરિયાદ નોંધાવતાં
પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરીયાદી મહિલા એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે , તેઓ પોતાના ઘર પાસે રોડ પર ઊભાં હતાં ત્યારે ત્યાં આરોપી પંકજ ઘસી આવ્યો હતો અને તે થોડે દુર ઉભો રહી ખરાબ નજરથી ઈશારા કરતો હતો. જેથી તેને સામે કેમ જોઈ ખરાબ ઈશારા કરે છે તેમ કહેતાં તે ઉશ્કેરાયો હતો.દરમિયાન આરોપીના પિતા રમેશભાઇ પણ ત્યાં આવ્યો હતો અને બંને આરોપી ઓ ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતાં અને છેડતી પણ કરી હતી. જે બાદ બંને શખ્સો બનાવ સ્થળેથી ભાંગી ગયા હતા બાદમાં ભોગ બનનાર મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ મામલે પાટણવાવ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.