23 જિલ્લામાં એલર્ટ

રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે સવારથી સાંજે 6 વાગ્યા સુધી મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, મહેસાણાના કડી, જોટાણા અને દાહોદના સંજેલીમાં બપોર બાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કડીમાં બે કલાકમાં જ બે ઈંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયો છે. જ્યારે જામનગરનો વાઘડિયા ડેમ તથા સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા એલર્ટ અપાયું છે.

મહેસાણા જિલ્લાના જોટાણા બાદ કડીમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. કડીમાં સાંજે 6 વાગ્યા બાદ બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે અંડરબ્રિજમાં ચાર ફૂટ પાણી ભરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *