એરપોર્ટ પર કેનોપી તૂટવાની તપાસ કરી દિલ્હીની ટીમ મૂંગા મોઢે રવાના થઇ ગઇ

રાજકોટની ભાગોળે નવનિર્મિત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને એક વર્ષ પણ પૂરું થયું નથી તેવા સમયે નબળી કામગીરીના એક પછી એક કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે ગત શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર છત તૂટી પડવાની ઘટનાના બીજા જ દિવસે રાજકોટના એરપોર્ટ પર વરસાદને કારણે હંગામી ધોરણે બનાવવામાં આવેલું જર્મની ડોમ તૂટી પડ્યું હતું. સદનસીબે રાજકોટની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી, પરંતુ નબળી કામગીરી થઇ હોવાનું સ્પષ્ટ સાબિત થયું હતું.

દિલ્હી, રાજકોટ ઉપરાંત જબલપુર એરપોર્ટ પર બનેલી ઘટનાનું કારણ જાણવા માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ઉપરોક્ત ત્રણેય ઉપરાંત દેશભરના એરપોર્ટના બાંધકામ સહિતના મુદ્દે તપાસ કરવાના આદેશ કર્યા હતા. ત્યારે રાજકોટમાં જર્મની ડોમ તૂટી પડવાની ઘટનામાં રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર દિગંત બહોરાએ તપાસ કરીશુંનું રટણ રટ્યું હતું, પરંતુ ડોમ તૂટી પડવાની ઘટનાની સ્થાનિક કક્ષાએ કોઇ તપાસ થાય તે પહેલાં જ દિલ્હી એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર જિતેન્દ્રસિંઘ સહિતની ટીમ રાજકોટ દોડી આવી હતી અને એરપોર્ટ પર જર્મની ડોમ તૈયાર કરનાર કંપનીને સાથે રાખી તપાસ કરી હતી. તપાસ બાદ મૂંગા મોઢે દિલ્હીની ટીમ રવાના થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *