ધોરાજી નજીક આવેલા પાટણવાવના ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદ પડતાં ધોધ જીવંત બની ગયા છે તેમજ છેલ્લા બે ચાર દિવસથી વરસાદની નોંધપાત્ર હાજરી હોવાના લીધે ઓસમ પર્વત વાસ્તવમાં ઓસમ બની ગયો છે અને ડૂંગર સોળે કળાએ ખીલ્યો છે. પર્વત પર હરિયાળી પુરબહારમાં ખીલી ઉઠી છે અને ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે કુદરતી ધોધ શરૂ થતાં ડુંગરનું પ્રાકૃતિક સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ડુંગર ઉપર કુદરતી રીતે બની ગયેલા તળાવો ઓવરફ્લો થતાં ધોધમાં જાણે પ્રાણ પુરાયા છે અને દુરથી જ આ પર્વત પર્યટકોને લલચાવે તેટલી હદે સુંદર બની ગયો છે.