સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે 80 ગામડાંમાં અંધારપટ છવાયો

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં 88 જેટલા ગામડાંમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. આ ગામડાંઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે રિપેરિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વરસાદ ઉપરાંત પવનને કારણે 243 જેટલા વીજપોલ પડી ગયા છે. 15 જેટલા ટ્રાન્સફોર્મર ખરાબ થઇ ગયા છે. જ્યોતિગ્રામ યોજનાના 19 અને ખેતીવાડીના 354 ફીડર પણ હાલ બંધ હાલતમાં છે. સૌથી વધુ ભાવનગર જિલ્લાના 36 ગામ, ભુજના 29, પોરબંદરના 14, જામનગરના 05 અને જૂનાગઢમાં 04 ગામમાં હજુ અંધારપટની સ્થિતિ છે.

ચોમાસા પહેલાં પીજીવીસીએલ અને અન્ય તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરી કરતા હોય છે, પરંતુ જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે પરિસ્થિતિ જૈસે થે જેવી જ થઇ જાય છે અને તેનો ભોગ આખરે તો લોકોએ જ બનવું પડે છે. વરસાદ અને વાવાઝોડામાં વીજપુરવઠો ન ખોરવાય તેના માટે કરોડોના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલ અને દરેક સબ ડિવિઝનમાં મેન્ટેનન્સ અને પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ પણ લાખોનો ખર્ચ કરવા છતાં જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે વીજકંપનીના ફીડરો ટપોટપ બંધ પડી જાય છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ ગામડાંની થાય છે જ્યાં ચોમાસામાં દિવસો સુધી અંધકાર છવાયેલો રહે છે, ચાલુ વરસાદે વીજળી રિપેરિંગ કામ થઇ શકતું નથી. મંગળવારે સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે હજુ 88 ગામડાંમાં વીજળી નથી. જમીનદોસ્ત થયેલા 243 થાંભલાને ફરી ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *