ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ હોય તેમ રાજકોટમાં સરાજાહેર દેશી દારૂનો બાર ચાલતો થયો હોય તેમ જેનો એક વીડિયો મંગળવારે વાઇરલ થયો છે. જેમાં શહેરના એક વિસ્તારમાં આવેલા મકાનમાં દેશી દારૂનો બાર શરૂ થતા નશો કરતા કેટલાક શખ્સો મહેફિલ માણતા નજરે પડ્યા છે. જે વીડિયો વાઇરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં એક વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના બારનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં બે ડઝન જેટલા પ્યાસીઓ એકઠા થઇ મેહફિલ માણતા હોવાનું નજરે પડે છે તેમજ દારૂની મેહફિલ માણતા કેટલાક નશો કરતા શખ્સો દેશીબારની નજીક આવેલ દુકાને વસ્તુઓ ખરીદતા હોવાનું બહાર આવ્યું હતું.
જે વીડિયો ક્યા વિસ્તારનો છે, અને ક્યા સમયનો છે, તે જાણી શકાયું નથી પણ આ વીડિયો જો રાજકોટનો હોય તો રાજકોટ પોલીસ માટે શરમજનક કહેવાય. વીડિયો વાઇરલ થતા ખાખી પર નશાનો દાગ લાગતો હોય તેવી લોકોમાં ચર્ચા વહેતી થઇ છે.