રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામમાં હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે ચાલતા ગૃહ કંકાસના કારણે વિફરેલી પત્નીએ પતિને પોતાના રૂમમાં જ દાંતરડા અને ધારિયાના ઘા ઝીંકી હત્યા નિપજાવતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં જસદણ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મહિલા આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.
જસદણના નાની લાખાવડ ગામમાં સિમ વિસ્તારમાં વલ્લભભાઈ અરજણભાઈ બાવળિયા (ઉં.વ. 48) તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જ રહે છે. ગઈકાલે રાત્રિના સમયે પોતે ઘરે હતાં ત્યારે મોડીરાતે કોઈ બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયાં બાદ ઉશ્કેરાયેલી પત્નીએ દાંતરડા અને ધારિયાના ઘા તેમના પતિ પર ઝીંકી ખાટલામાં જ હત્યા નિપજાવી હતી.