રાજકોટના આજી-1 અને 2 સહિતના ડેમમાં નવાં નીર આવ્યા

મેઘાની સતત મહેર ચાલુ રહેતા રાજકોટ સિંચાઇ હસ્તકના 16 ડેમમાં નવાં નીરની આવક થઇ હતી. જેમાં રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા આજી-1, મોરબી જિલ્લાના મચ્છુ-1 અને 2 તથા ડેમી-2 સહિતના ડેમનો સમાવેશ થાય છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાના આજી-1માં 1.38, આજી-2માં 0.79, ન્યારી-2માં 0.33, ખોડાપીપરમાં 2.13, છાપરવાડી-2માં 3.28 ફૂટ નવાં નીરની આવક થઇ છે. તેવી જ રીતે મોરબી જિલ્લાના મચ્છુ-1માં 0.33, મચ્છુ-2માં 1.12, ડેમી-2માં 8.20, ઘોડાધ્રોઇમાં 0.66, બંગાવડીમાં 0.66, બ્રાહ્મણીમાં 0.16 ફૂટ, જામનગર જિલ્લાના ફૂલઝર-1માં 0.16 ફૂટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.43 અને મીણસાર(વાનાવડ) ડેમમાં 8.20 ફૂટ નવાં નીરની આવક થઇ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગવો-2(વડોદ) ડેમમાં 0.33 ફૂટ નવાં નીર આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *