હમસફર એક્સપ્રેસ સહિત 3 જોડી ટ્રેનના રૂટને ટૂંકાવાયા

રાજકોટ રેલવે ડિવિઝનના પડધરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ફરીથી હમસફર એક્સપ્રેસ સહિત ત્રણ જોડી ટ્રેન આગામી આઠ દિવસ સુધી પ્રભાવિત થશે.

રાજકોટ ડિવિઝનના સૂત્રના જણાવ્યાં મુજબ આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનમાં હમસફર એક્સપ્રેસ છે. બાંદ્રાથી ઉપડતી 22923 નંબરની ટ્રેન તા.1-7, 4-7 અને તા.6-7ના રોજ સુરેન્દ્રનગર સુધી જ દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ કરાઇ છે. જ્યારે આ જ ટ્રેન પરત સુરેન્દ્રનગરથી તા.30-6, 2-7, 5-7 અને તા.7-7ના રોજ ઉપડી બાન્દ્રા જશે. તદઉપરાંત 09480 ઓખા-રાજકોટ લોકલ ટ્રેન તા.7-7 વચ્ચે હાપા સુધી દોડશે, 09479 નંબરની અપ ટ્રેન હાપાથી ઓખા વચ્ચે દોડશે. આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ કરાઇ છે. તેવી જ રીતે 19209 નંબરની ભાવનગર-ઓખા ટ્રેન ભાવનગરથી સૂરેન્દ્રનગર સુધી જ દોડશે, ટ્રેન નં.19210 સુરેન્દ્રનગરથી ભાવનગર પરત ફરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *