રાજકોટ કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં મંદિરોમાં ચોરી કરનાર તસ્કરને તાજેતરમાં ઝડપી લેવાયો હતો. ત્યાં નવાગામ વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. જેમાં નવાગામમાં મારુતિ એન્ટરપ્રાઇઝનાં ગોડાઉનમાંથી રૂ. 2.5 લાખની ચોરી થયાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સ્પીડવેલ હાઇટ્સ-A-501 ખાતે રહેતા 29 વર્ષીય વિવેકભાઈ ચનીયારાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં નવાગામમાં મારુતિ એન્ટરપ્રાઇઝનાં ગોડાઉનમાંથી તસ્કરો 10 ટીવી, 2 હોમ થીયેટર અને 2 સાઉન્ડ બાર મળી રૂા. 2.50 લાખનો સમાન ચોરી ગયાનું જણાવ્યું છે. જેના આધારે કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. મંદિરોમાં ચોરી બાદ વધુ એક ચોરીનો બકનાવ બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.