રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકિંગ કામગીરીના લીધે 8 જુલાઈ સુધી રેલ વ્યવહારને અસર

રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેના લીધે 30.06.2024થી 08.07.2024 સુધી રેલ વ્યવહારને અસર થશે. ત્યારે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે ઉપરાંત ટ્રેનનાં સંચાલન સંબંધિત તમામ જાણકારી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા જણાવાયું છે.

ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ 30.06.2024થી 07.07.2024 સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ 01.07.2024થી 08.07.2024 સુધી હાપાથી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 29.06.2024થી 07.07.2024 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *