રિલાયન્સના માર્કેટ-કેપમાં એક સપ્તાહમાં 1.52 લાખ કરોડનોવધારો

માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં, દેશની ટોચની 10 કંપનીઓમાંથી 9ના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે સંયુક્ત રીતે રૂ. 2.89 લાખ કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટોપ ગેઇનર રહી છે.

સપ્તાહના ટ્રેડિંગ દરમિયાન તેનું મૂલ્યાંકન રૂ. 1,52,264.63 કરોડ (₹1.52 લાખ કરોડ) વધ્યું છે. હવે કંપનીનું માર્કેટ કેપ 21.19 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. અગાઉ કંપનીનું માર્કેટ કેપ 19.67 લાખ કરોડ રૂપિયા હતું.

LICનું મૂલ્ય રૂ. 22,043 કરોડ ઘટીને રૂ. 6.26 લાખ કરોડ થયું
આ સિવાય ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ICICI બેન્ક, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, HDFC બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને ITC પણ આ સમયગાળા દરમિયાન બજારમાં ઉછળ્યા છે.

ઈન્સ્યોરન્સ કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એકમાત્ર એવી કંપની હતી જેનું બજાર મૂલ્ય ઘટ્યું છે. સપ્તાહના ટ્રેડિંગમાં કંપનીનું મૂલ્ય રૂ. 22,042.61 કરોડ ઘટીને રૂ. 6.26 કરોડ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *