જસદણ તાલુકા સેવા સદન ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો હેઠળ કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વર્ષ 2024-25 માટે જસદણ તાલુકામાં રૂ.117 લાખના અને વીંછિયા તાલુકામાં રૂ.119 લાખના એ.ટી.વી.ટી.ના વિકાસ કામો મંજૂર કરાયા હતા. આ તકે મંત્રીએ જસદણ અને વીંછિયા તાલુકાના વિવિધ ગામની પ્રાથમિક શાળાના વિસ્તારોમાં ગટર લાઈન, શાળામાં ભોજન શેડનું કામ, વોટર ડ્રેનેજના કામ, શાળાઓ અને ગામોમાં વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોકનું કામ, જાહેર શૌચાલયના કામો તેની સ્વચ્છતાની તકેદારી રાખવા, કોઝ-વે, પુલની કામગીરી, પુર સંરક્ષણ દિવાલ, કિચન શેડ સહિતના કામોની મંજૂરી આપી હતી. ઉપરોક્ત તમામ કામોમાં ઉચ્ચ ગુણવતાયુક્ત મટિરિયલ વાપરવા તથા તમામ નક્કી થયેલા કામો સમયસર પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.