રાજકોટના જીવરાજ પાર્કમાં લક્ષમણ ટાઉનશીપમાં રહેતો પ્રિયન જીજ્ઞેશભાઇ પોકીયા (ઉ.વ.10) ગઇકાલે રાત્રિના 9.15 વાગ્યે લક્ષમણ ટાઉનશીપમાં જ બાલાજી ગરબા મંડળમાં રાસ ગરબા શીખવા ગયો હતો ત્યાં રમતી વખતે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં મોત નીપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામનાર પ્રિયન ધોરણ-5માં અભ્યાસ કરતો હતો અને માતા ધર્મિષ્ઠાબેન અને પિતા જીજ્ઞેશભાઇનો એકનો એક પુત્ર હતો. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પ્રિયનને જન્મજાત હૃદયમાં કાણું હતું. રાતે રાસ ગરબા શીખવા ગયો હોઇ દરમિયાન રાસ રમતી વખતે હાર્ટએટેક આવી ગયાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.