રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને કારણે વીજળી ગૂલ થયાની ફરિયાદો સામે આવી રહી છે. જેમાં આજે રાજકોટ શહેરમાં 67 સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં 295 ફરિયાદો સામે આવી છે. જેમાં 67 માંથી 27 ફરિયાદો પેન્ડિંગ છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલી 295 માંથી 134 ફરિયાદો પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં 326 ફીડર બંધ છે. જેમાં ખેતીવાડીના 295 ફીડર છે. આ ઉપરાંત 68 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે. 323 વિજ પોલ ડેમેજ થઈ ગયા છે. જ્યારે 14 TC ડેમેજ થઈ ગયા છે.