રાજ્યમાં ડ્રોપ આઉટ સદંતર બંધ કરાવવાની IASની નેમરાજ્યમાં ડ્રોપ

ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે જેમાં રાજકોટ શહેરમાં બાલવાટિકામાં 1,514 કુમાર અને 1,559 કુમાર મળી 3,073 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવ્યો છે. જ્યારે ધો. 1માં 829 કુમાર અને 900 કન્યા એમ મળી કુલ 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો છે, જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની 850 શાળામાં બાલવાટિકામાં 12,959 અને ધો. 1માં 3,591 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

આ વર્ષે સરકાર દ્વારા ભાગવત ગીતાનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવામા આવ્યો છે. રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સવમાં મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપી સ્વાગત કરવામા આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ગાંધીનગરથી આવેલા IAS વિશાલ ગુપ્તાએ કહ્યું કે, રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 3 ટકા છે. જે શૂન્ય થઈ જવો જોઈએ. આ ઉપરાંત નવી 2 યોજનાઓ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંગે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *