ગોંડલ સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ શરૂ થતાંની સાથે જ નકલી બિયારણ પધરાવતી ટોળકી સક્રિય થઈ છે. હૈદરાબાદ સ્થિત રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું મરચાનું બિયારણ અંકુરિત ન થતા ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું હોવાની સંભાવના છે. આગામી દિવસોમાં હજુ વધુ ખેડૂતો નકલી બિયારણ અંગે ફરિયાદ કરવા સામે આવે તેવી સંભાવના છે.
મોંઘુદાટ બિયારણ ખરીદીને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે. પરંતુ જ્યારે આ બિયારણ અંકુરિત નથી થતું ત્યારે ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવે છે તેવો જ એક કિસ્સો ગોંડલમાંથી પ્રકાશમાં આવ્યો છે. મોંઘુદાટ બિયારણ લાવ્યા પછી પણ અંકુરિત ન થતાં ખેડૂતની ફરિયાદના આધારે ખેતીવાડી અધિકારીઓ દોડી આવ્યા હતા અને સ્થળ નિરિક્ષણ કર્યું હતું