સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી ગૂલ થવાની 913 ફરિયાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે વીજળી ગૂલ થયાની અનેક ફરિયાદો સામે આવી છે. જેમાં PGVCL કસ્ટમર કેરમાં 913 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જ્યારે 59 ગામોમાં વીજ પોલ ડેમેજ થઈ ગયા છે. જ્યારે 380 ફીડર બંધ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત જૂનાગઢના 3 ગામોમાં વરસાદને કારણે વીજળી ગૂલ થઈ ગઈ છે. ગઈકાલે રાજકોટ શહેરનાં 11 વીજપોલ ડેમેજ થતાં વીજળી ગૂલ થઈ ગઈ હતી, જેને કારણે લોકોએ કલાકો સૂધી ઘરમાં ભારે ગરમીથી બફાવું પડ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં આવેલ ભારે વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પીજીવિસીએલનાં કસ્ટમર કેર સેન્ટરમાં વીજળી જતી રહેવાની કુલ 913 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હાલ 317 ફરિયાદો પેન્ડિંગ છે. જ્યારે રાજકોટ શહેરમાં કુલ 249 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હાલ 88 ફરિયાદ પેંડિંગ છે. બાકી રહેતી ફરિયાદો આજ બપોર સુધીમાં સોલ્વ કરવા ટેકનિકલ ટીમો ફરજ પર હાજર છે. ગઈકાલે સાંજે રાજકોટ શહેરમાં આવેલ વરસાદને કારણે સિટી- 2 સબ ડિવિઝન હેઠળનાં ગૌતમ નગર અને સ્ટેશન પ્લોટ ફીડર તેમજ રાજકોટ સિટી- 3 સબ ડિવિઝન હેઠળનાં ગમાણી હોલ, પ્રદ્યુમન નગર, રણુજા, કટારીયા અને ધર્મજીવન ફીડર ફોલ્ટમાં આવતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *