રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચાકામના કેદીનો જેલની દીવાલ કૂદી નાસી છુટવાના પ્રયાસ કર્યો હતો. આજીડેમ પોલીસ મથકના વિસ્તારમાં દુષ્કર્મના ગુનામાં જેલવાસમાં રહેતા કેદીએ બાથરૂમના પાઇપ વડે ચડતી વેળાએ નીચે પટકાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ જેલમાંથી કાચાકામના કેદી રાહુલ ચંદૃભાઇ વાઘેલા (ઉ.વ.24) બપોરે જેલ બેરેકની દીવાલ પરથી પટકાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પ્ર.નગર પોલીસ મથકના જમાદાર કલ્પેશભાઇ ડાંગર સહિતે તપાસ કરતા રાહુલ આજીડેમ પોલીસ મથકના વિસ્તારમાં 25 વારિયા કવાર્ટરમાં રહેતો હોવાનું અને પોલીસે તેની સામે તા.11ના રોજ દુષ્કર્મની ફરિયાદ પરથી ગુનો નોંધી તેની તા.13ના રોજ ધરપકડ કરી તપાસ બાદ તેને જેલ હવાલે કર્યો હોવાનુ બહાર આવ્યું હતું.