અગ્નિકાંડના મૃતકોની માસિક તિથિએ બંધ પાળવા અપીલ

ટીઆરપી ગેમ ઝોનમાં 25મી મેના રોજ લાગેલી આગમાં 27 લોકો ભડથું થઇ ગયા હતા, અગ્નિકાંડ માટે જવાબદાર તમામ સામે કાર્યવાહી થાય, મૃતકના પરિવારજનોને વધુ વળતર મળે સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડના મૃતકોની પ્રથમ માસિક તિથિ 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન આપવામાં અાવ્યું છે, 25મીએ રાજકોટ સજ્જડ બંધ રહીને હતભાગીઓને ન્યાય અપાવવાની લડતમાં જોડાય તેવી અપીલ સાથે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તથા સેવાદળના કાર્યકરો શહેરની અલગ-અલગ બજારોમાં ફરી વળ્યા હતા અને પત્રિકા વિતરણ કરી લોકો-વેપારીઅોને બંધમાં જોડાવવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *