ફરિયાદી સેમ્યુલ એનથોની બોરજીસ (ઉ.વ.49) એ જણાવ્યું હતું કે, હું રાજકોટ મારવાડી યુનિવર્સીટીમાં હોસ્ટેલના મેનેજર તરીકે નોકરી કરું છું. ગઈકાલ રાત્રીના 8 વાગ્યાની આસપાસ હું તથા મારી પત્ની, સાસુ અને મારી દીકરી અમે ચારેય મારી કારમા બેસીને રાજકોટ શીતલ પાર્ક ચોકડી ખાતે આવેલ ધ સ્પાયર બિલડીંગમા મિટીંગ પુર્ણ કરીને ઈન્દીરા સર્કલ ખાતે આવેલ શિવમ ફાર્મસી ખાતે દવા લેવા માટે જતાં હતા. તે દરમ્યાન 150 ફુટ રિંગ રોડ સ્ટર્લીંગ હોસ્પિટલની સામે પહોંચતા પાછળથી આવતી કારે અકસ્માત કરેલ અને મારી કારની પાછળની સાઈડ નુકશાન કરેલ. અકસ્માત કરનાર મયુરભાઈ રાયમલભાઈ શીયાળનાએ પોતાના હસ્તકની કાર પુર ઝડપે ચલાવી મારી કારને પાછળથી ઠોકરમારી અકસ્માત કરેલ અને કારમા નુકશાન કરેલ. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.