ગઇ તારીખ 18મી એપ્રિલ 2024ના ખેરડીમાં આવેલા મામા સાહેબના મંદિર ખાતે માંડવો હોય જેથી તેઓ માંડવામાં ગયા હતા, ત્યારે વિશાલ સોનારા પણ ત્યાં માંડવામાં આવ્યા હતા. ત્યારે આરોપીને કહ્યું કે, તમે મોટી મોટી ગાડીઓ ફેરવો છો તો મને પણ એકાદ ગાડીનું કરી આપોને તેવી વાત કરતા વિશાલે કહ્યું કે, હું તમને ગાડીનું કરી દઈશ તેવી વાત કરી હતી. બીજા દિવસે તેઓ નવા થોરાળા મેઇન રોડ પર આવેલા મકાન પર હતો, ત્યારે ફોન આવ્યો કે, હું વિશાલ સોનારા બોલું છું, તમારે ગાડી લેવાની છે ને, તો વર્ષ 2016ના મોડલની સ્વીફ્ટ કાર ટોઇંગમાં પડી છે. જે તમને આશરે એક લાખ કે સવા લાખમાં મળી જશે તેવી વાત કરી તો તેમને કહેલું કે, આ ગાડી મારે લેવી હોય તો શું કાર્યવાહી કરવી પડશે તો આરોપીએ કહ્યું કે, તમારે પહેલા ગેટ પાસના 4500 ભરવા પડશે અને આ રૂપિયા કેવી રીતે આપવા પડશે પૂછતાં તેને કહ્યું કે, આ રૂપિયા ગુગલ-પે કરી આપો જેથી કટકે-કટકે 4500 મોકલ્યા હતા.