રાજકોટમાં અધિક કલેકટરની કોર્ટમાં ન્યુટ્રાસ્યુટિકલ્સની ટેબલેટનો નમૂનો લેબ ટેસ્ટમાં મિસ બ્રાન્ડેડ જાહેર થતાં કેસ આવતા કંપનીની હેડ ઓફિસ, નોમિની, મેન્યુફેક્ચરિંગ યુનિટ મળીને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સપ્લીમેન્ટરી ટેબલેટનો નમુનો લેબોરેટરી ટેસ્ટિંગમાં સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થતાં 6.30 લાખ એમ બન્ને થઈને કુલ 15.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લીધે લોકોને કેલેરી, પ્રોટીન તેમજ વિટામિનથી ઊર્જાવાન બનાવવાના નામે મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ ન્યુટ્રાસ્યુટિકલ્સ તેમજ સપ્લીમેન્ટરી ટેબલેટ વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
ALKEM A TO Z NS NUTRACEUTICAL TABLET (15N PACK)નો નમુનો લેવામાં આવ્યો. જે ફૂડ એનાલિસ્ટ, ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદર તરફથી મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો. જેથી વુલસેલ ફર્મના નોમિની નરેન્દ્રભાઈ અમૃતલાલ પંચાલને 3 લાખ, સિક્કિમના મેન્યુફેક્ચરિંગ ફર્મના રવિન્દ્ર ચાકીલામને 3 લાખ અને મહારાષ્ટ્રમાં ALKEM લેબોરેટરીના મેન્યુફેક્ચરિંગ અને વુલસેલ ફર્મની હેડ ઓફિસ આવેલી છે તેને પણ 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.