રાજકોટમાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂ.40 લાખની રોકડ સાથે ભાગી ગયો

શહેરમાં છેતરપિંડીનો વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. પેડક રોડ, સીતારામ સોસાયટી-1માં રહેતા તખુજી બલદેવજી હડિયોલ નામના પ્રૌઢે વિસનગરના જસ્કા ગામના જસ્મિન દિલીપ પટેલ સામે રૂ.40 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, પોતાની ગુજરી બજાર મેઇન રોડ પર મે.કમલેશકુમાર કાંતિલાલ જૂના આંગડિયા પેઢી ધરાવે છે. તેમની પેઢીની સૌરાષ્ટ્રભરમાં બ્રાંચ હોય રૂપિયા લેવા-દેવાના કામ માટે એક મહિના પૂર્વે જસ્મિનને નોકરીએ રાખ્યો હતો. થોડા સમયમાં જ તેને વિશ્વાસ કેળવી લીધો હોય શનિવારે તેને મોરબી સ્થિત અન્ય બ્રાંચમાં રૂ.40 લાખ પહોંચાડવાની જસ્મિનને વાત કરી હતી. બાદમાં મોરબી મોકલવાના રૂ.40 લાખની રોકડનું પાર્સલ તૈયાર કરી પેઢીની ઓફિસમાં રાખીને રાતે ઓફિસ બંધ કરી ઘરે જતો રહ્યો હતો.

ત્યાર બાદ રવિવારે સવારે સવા આઠ વાગ્યાના અરસામાં પોતે ઘરે હતા. ત્યારે જસ્મિનનો પોતે રોકડ લઇને મોરબી જવા નીકળતો હોવાનું અને ઓફિસની ચાવી કયાં રાખુંની વાત કરી હતી. જેથી તેને ચાવી બાજુમાં અન્ય આંગડિયા પેઢીમાં આપી દેવાનું અને મોરબી પહોંચીને પોતાને ફોન કરવાનું જણાવ્યું હતું. જસ્મિન રાજકોટથી નીકળ્યો તેને બે કલાક જેવો સમય વીતી ગયા બાદ મોરબી પેઢીના બ્રાંચ મેનેજર પ્રવીણભાઇને ફોન કરી જસ્મિન રોકડ લઇને આવી ગયો કે નહિ તેવું પૂછતા પ્રવીણભાઇએ જસ્મિન હજુ નહિ આવ્યો હોવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *