સ્કૂલવાન સંચાલકોના ટેક્સી પાસિંગ સહિત 4 મુદ્દાઓના નિરાકરણ માટે માગેલા ત્રણ મહિનાની સમયમર્યાદાની માગણી પૂરી નહિ થતા રાજ્યભરના સ્કૂલવાન સંચાલકોએ મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે રાજકોટ સ્કૂલવાન એસોસિએશને મંગળવારે સ્વૈચ્છિક હડતાળ પાડી હતી. જેમાં શહેરની બે-ત્રણ સ્કૂલમાં ચાલતી સ્કૂલવાન દોડી હતી. જ્યારે બાકીના સ્કૂલવાન સંચાલકોએ આરટીઓ તંત્રની મનમાનીથી નારાજ થઇ મંગળવારે સ્વૈચ્છિક હડતાળને સમર્થન આપ્યું હતું.
શહેરમાં ત્રણ હજારથી વધુ સ્કૂલવાન-સ્કૂલરિક્ષા પૈકી મોટા ભાગના વાહનોના ચાલકો હડતાળમાં જોડાતા બાળકોના વાલીઓએ નોકરી-ધંધામાંથી સમય કાઢીને લેવા-મૂકવા જવું પડ્યું હતું. મંગળવારે સવારે વાલીઓ સંતાનોને શાળાએ લેવા-મૂકવા જતાં શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે સ્કૂલવાન સંચાલકોની હડતાળને કારણે પરેશાન છે.