ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર ખેલાડી પ્રસિદ્ધ કૃષ્ણા લગ્નનાં બંધનમાં બંધાયા છે. તેમની દુલ્હનનું નામ રચના કૃષ્ણા છે. રાજસ્થાન રૉયલ્સે પ્રસિદ્ધ કૃષ્ણાનાં લગ્નનાં ફોટોઝ શેર કર્યાં હતાં. માહિતી અનુસાર આજે પ્રસિદ્ધે પોતાની ગર્લફ્રેન્ડ રચના સાથે લગ્ન કર્યાં. 6 જૂનનાં રોજ બંનેની સગાઈની માહિતી સામે આવી હતી.માત્ર લગ્નનાં જ ફોટોઝ નહીં પરંતુ આ કપલનાં હલ્દીનાં ફોટોઝ-વીડિયોઝ પર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.
રચના કૃષ્ણાનો સોશિયલ મીડિયા એકાન્ટ પ્રાઈવેટ હોવાને લીધે તેમના વિશે વધુ માહિતી નથી મળી રહી. તેમના લગ્નમાં શ્રેયસ અય્યર, બુમરાહ, મયંક અગ્રવાલથી લઈને દેવદત્ત પડીકલ સહિત ઘણાં ક્રિકેટર્સ જોડાયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રસિદ્ધ કૃષ્ણા છેલ્લાં થોડા સમયથી સ્ટ્રેસ ફેક્ચરથી પીડાઈ રહ્યાં છે જેના લીધે IPL 2023માં પણ જોડાઈ શક્યા નહોતાં. પ્રસિદ્ધ IPLમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ તરફથી મેચ રમે છે. ગત સિઝનમાં તેમણે શાનદાર પર્ફોર્મન્સથી ફેન્સનાં દિલ જીતી લીધાં હતાં. કૃષ્ણાએ ટીમ ઈન્ડિયા માટે 14 વન ડે મેચમાં 24 વિકેટ લીધી છે. IPLમાં પણ 51 મેચો રમી છે જેમાં 49 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેમની ઈકોનોમી 8.92ની હતી.