રાજકોટના શાપર-વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતા ધાર્મિક રાજેશભાઇ વાવડિયા (ઉ.19) તા.15ના રોજ તેના ઘર પાસે બાઇક લઇને જતો હતો ત્યારે બેકાબૂ બોલેરો કારચાલકે ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા શાપર-વેરાવળ પોલીસે અકસ્માતબાદ નાસીજનાર કારચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.