રાજકોટનાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં આમ્રકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંદિરમાં ભગવાન આગળ વિવિધ 108 પ્રકારની વિવિધ કેરીનો થાળ ધરાવવામાં આવ્યો હતો. મલ્લિકાર્જુન, નિલમ, આમ્રપાલી, હંસરાજ, પછતિયો, દાડમિયો લાલબાગ, કેસર, બદામ, હાફૂસ, દશહરી, તોતાપુરી વગેરે વિવિધ જાતની કેરી તેમજ તેના રસ ભગવાનને ધરાવવામાં આવ્યાં હતા. ફળોનો રાજા કેરીના વિવિધ ફળોથી જગતના રાજા એવા ભગવાનને પ્રસન્ન કરવા માટે આ સુંદર આમ્રફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શન માટે ભાવિકોની મોટી ભીડ ઉમટી હતી.