રાજકોટ ડિવિઝનથી પસાર થનારી વધુ ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શનમાં ડબલિંગ કામ અને દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેને લઈને ત્રણેય ટ્રેનનાં મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

વેરાવળ સ્ટેશનથી 19.06.2024 અને 26.06.2024 ના રોજ ચાલવા વાળી વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન (19319) તેના નિર્ધારિત રૂટ ગેરતપુર-આણંદ જં.-ડાકોર-ગોધરા જં. ના બદલે બદલાયેલા રૂટ ગેરતપુર-આણંદ જં.-બાજવા-છાયાપુરી-ગોધરા જં. થઈને ચાલશે.

પોરબંદર સ્ટેશનથી 26.06.2024 અને 27.06.2024 ના રોજ ચાલવા વાળી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન (12905) ડાયવર્ટ કરાયેલા રૂટ રાયપુર જંકશન – ટિટિલાગઢ જંકશન – ઝારસુગુડા જંકશન થઈને ચાલશે.

શાલીમાર સ્ટેશનથી 28.06.2024 અને 29.06.2024ના રોજ ચાલવા વાળી શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન (12906) ડાયવર્ટ કરાયેલા રૂટ ઝારસુગુડા જંક્શન – ટિટિલાગઢ જંકશન – રાયપુર જંકશન થઈને ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *