રાજકોટનાં કોઠારીયા નજીક આવેલા હુડકો ક્વાર્ટર ખાતે રહેતા 75 વર્ષીય ધીરુભાઈ ધરમશીભાઈ પીઠવાનું ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું. ગત તારીખ 13નાં રોજ તેઓ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ગત મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.