આટકોટ ગુંદાળા વિસ્તારમાં ખેડૂતોએ વાવણી કરી લીધા બાદ પાકને બચાવવા માટે ફુવારા પદ્ધતિથી માંડવી પર પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. ખેડૂતોએ હોંશેહોંશે ખેતરમાં માંડવીનાં પાકનું વાવેતર કર્યું પણ હવામાન વિભાગે ચોમાસું ઉભું રહી ગયું તેવી આગાહી કરી તેના લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા અને જેમને પાણીની સગવડ હોય તેમણે આ રીતે પાણી શરૂ કરી દીધું છે. ખારચીયા, ગુંદાળા, જીવાપર, પાંચવડા સહિતના વિસ્તારોમાં આ રીતે ખેડૂતોએ હાલ પુરતી સગગડ કરી લીધી છે.