રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત ત્રણેય ઝોનનાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની અને ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનનાં કુલ 102 આસામી પાસેથી 13.215 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. તેમજ ગંદકી કરતા આસામી પાસેથી 28000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનમાંથી 11050, વેસ્ટ ઝોનનાં વિવિધ વિસ્તારમાંથી 9,300, જ્યારે ઈસ્ટ ઝોનના વિસ્તારોમાંથી 7650નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.