રાજકોટનાં TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા, ત્યારે ગાયત્રી મંદિર રતનપર દ્વારા આ અગ્નિકાંડના મૃતકોની આત્માની શાંતિ માટે ગાયત્રી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગાયત્રી ઉપાસક અરવિંદ પંડયા 11 દિવસના ઉપવાસ કરી ગાયત્રી યજ્ઞ કરી રહ્યા છે. યજ્ઞ તા.19 જૂનને બુધવારના સુધી સવારે 6થી 11 કલાક દરમિયાન ગાયત્રી મંદિર, રાજકોટ-મોરબી હાઇવે તુલસી પાર્ક, રતનપરમાં કરવામાં આવી રહ્યો છે.