બાબરિયા કોલોની પાસેના રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો અરબાઝ અજિતભાઇ પતાણી (ઉ.24) તેના ઘર પાસે પાનની દુકાને ઊભો હતો ત્યારે તેના મિત્ર સાહિલ સાથે મશ્કરી કરતા હતા અને ત્યાર બાદ રાત્રીના હમીઝ ઉર્ફે ભાણોના મામા રફીક મોદીનો ફોન આવ્યો હતો અને તું કેમ મસ્તી કરે છે અને ઝઘડા કર્યો હતો અને તું ક્યાં છો કહેતા તેને બાબરિયા કોલોનીમાં હોવાનું કહેતા ફોન કાપી તેનો મિત્ર હમીઝ, રફીક મોદી, દાનિશ સિપાઇ સહિતે ધોકા-પાઇપ વડે ધસી આવી હુમલો કરી નાસી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.