શાપર-વેરાવળમાં બુદ્ધનગર પાસેના મફતિયાપરામાં રહેતા પિતા-પુત્ર પર બે મહિલા સહિત પાંચ શખ્સએ પથ્થર અને ઢીકાપાટુ વડે બેફામ માર મારતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે પૂછતાછ કરતા તે લોકોએ મારી દીકરી સામે કેમ જુએ છે, કહી તૂટી પડ્યાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના શાપર-વેરાવળમાં રહેતા બાબુભાઇ દેવશીભાઇ ચાંડપા અને તેનો પુત્ર વિવેક તેના ઘર પાસે હતા ત્યારે તેજ વિસ્તારમાં રહેતા વનિતાબેન, તેનો પતિ ગોવિંદભાઇ, પુત્ર રોહિત, જેઠ ધીરૂભાઇ અને તેની બહેન સહિતે ધસી આવી મારી દીકરી સામે કેમ જુએ છે, કહી ઝઘડો કરી પથ્થર અને ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે કાર્યવાહી કરી હતી.