મોદી કેબિનેટના મંત્રીઓનો પોર્ટફોલિયો

નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આવું કરનાર તેઓ નેહરુ પછી બીજા પીએમ બન્યા છે. મોદી સાથે 72 મંત્રીઓએ શપથ લીધા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.

અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરને પહેલીવાર મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. બંનેને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

જેપી નડ્ડા કેબિનેટમાં પરત ફર્યા છે. તેઓ 2014-19 સુધી આરોગ્ય મંત્રી હતા. આ પછી તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

જેડીએસ સાંસદ એચડી કુમારસ્વામી, હિન્દુસ્તાની અવમ મોરચા (એચએએમ)ના જીતન રામ માંઝી અને જેડીયુના રાજીવ રંજન સિંહ (લલન સિંહ)એ મંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ સૌથી યુવા ટીડીપી સાંસદ રામમોહન નાયડુ પણ મંત્રી બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *