રાજકોટ TRP અગ્નિકાંડ મામલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીને ક્રાઈમ બ્રાન્ચનું તેડું આવ્યું હતું. ગુરુવારે નીતિન રામાણીએ ગેમ ઝોનને રેગ્યુલાઇઝ માટે ભલામણ કરી હોવાની દિવ્ય ભાસ્કર સમક્ષ કબુલાત આપી હતી. જે બાદ ગઇકાલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 વાગ્યાથી નીતિન રામાણીની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ACP ક્રાઇમ ભરત બસિયા સમક્ષ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું અને લગભગ 3 કલાક સુધી તેઓની પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યું હતું.
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના અધિકારીઓ બાદ નગરસેવકોની પણ ભૂમિકા સામે આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા આજથી છ મહિના પૂર્વે TRP ગેમ ઝોનને ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઈઝ કરાવવા માટે પ્રકાશ જૈન અને યુવરાજ સોલંકીની આર્કિટેક્ટ નીરવ વરુ સાથે મુલાકાત કરાવી હતી.