રાજકોટ સિવિલમાં સારવારની જગ્યાએ ઝપાઝપી

રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈ ને કોઈ કારણોસર વિવાદોમાં આવતી હોય છે ત્યારે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં સ્ટાફનાં સગાને પણ યોગ્ય સારવાર નહીં આપી, ડૉક્ટરે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડૉક્ટર દ્વારા દર્દી ગંભીર હોવા છતા સારવાર ન આપ્યાનો આક્ષેપ હોસ્પિટલમાં 16 વર્ષથી નોકરી કરતી મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે. ફક્ત એટલું જ નહીં ડૉક્ટરે હાથાપાઈ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, આ આખી ઘટનાને મહિલાએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી.

સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ પર 16 વર્ષથી નોકરી કરતા રૂખસાનાબેન રાઠોડે જણાવ્યું હતું કે, આજે સવારે 7 વાગ્યાની આસપાસ મારા એક સંબંધીને છાતીમાં દુઃખાવો તેમજ મોઢામાંથી ફીણ નીકળતા હોવાથી સારવાર માટે અહીં વોર્ડ નંબર-7માં લાવવામાં આવ્યા હતાં. તેને સારવાર આપવાને બદલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતા હતા. આ અંગે પોતે વિરોધ કરવાનો પ્રયાસ કરતા ફરજ પરના ડૉક્ટરે તેમની સાથે ગેરવર્તણૂક કરી અને ઝપાઝપી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *