રાજકોટ નજીક શાપર વેરાવળમાં રહેતી અને મજૂરીકામ કરતી પરિણીતાને ‘તું મને બહુ ગમે છે, મારી સાથે સંબંધ રાખ’ તેમ કહી તારા પતિને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી ઘરમાં ઘૂસી પાડોશી શખસે છરીની અણીએ દુષ્કર્મ આચર્યા બાદ છેલ્લા 4 વર્ષથી અવારનવાર હેવાનિયતતા આચરતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટનાં શાપર વેરાવળમાં રહેતી 27 વર્ષની પરિણીતાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શાપર વેરાવળના પારડી ગામે રહેતા મુકેશ રાઠોડનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી ફરિયાદીનાં ઘર પાસે જ રહેતો હોય તેને જોઈએ ઓળખતી હતી અને 4 વર્ષ પહેલા પરિણીતા મહિલા કામે જતી હતી ત્યારે આરોપીએ રસ્તા પર રોકી ‘તું મને બહુ ગમે છે મારી સાથે સંબંધ રાખ’ તેમ કહ્યું હતું પરંતુ, યુવતીએ પોતે પરિણીત હોવાનું કહી સંબંધ રાખવાની ઘસીને ના પાડી દીધી હતી.