અંબાજી મંદિરના નીચેના ભાગે દશ વર્ષથી કાર્યરત એવી આર્ટ ગેલેરીને ફાયર સેફ્ટી અંગે ગંભીર બેદરકારી ઘ્યાને આવતા ગુરુવારે તેને સીલ મારવામાં આવ્યું છે.
દશ વર્ષથી કાર્યરત આર્ટ ગેલેરીમાં માતાજીના પ્રાગટ્યની થ્રી ડી સિનેમા દ્વારા દર્શકોને અવગત કરાવવામાં આવતા હતા. ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્રે સરવે હાથ ધર્યો હતો. સરવેમાં મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવેલ ચેકીંગ દરમિયાન ગંભીર બાબતો બહાર આવી હતી. જેમાં જ્વલનશીલ પદાર્થ હોવા સાથે ફાયબરનો ઉપયોગ, ફાયર એનઓસી નથી કે ફાયર એસ્ટીગ્યુટર ન હોવા સાથે વિદ્યુત વપરાશમાં પણ માંગણી કરતા વધું વિજ લોડ વાપરતા હોવાની ગંભીર બાબતો બહાર આવી હતી. આ અંગે વહીવટ દારે જણાવ્યું હતું કે જ્યાં સુધી ફાયર અંગેની એનઓસી નહીં મળે ત્યાં સુધી સીલ નહીં ખુલે.