જેતપુરના મામલતદારે ગત ચૂંટણીના ખર્ચની ઉઘરાણી કાઢી!

લોકસભાની ચૂંટણીની કામગીરી કરનારા સ્ટાફને પરિણામ પહેલાં જ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પગાર ભથ્થાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે ત્યારે 2018-19માં જેતપુર તાલુકામાં ચૂંટણીની કામગીરી કરનારા સ્ટાફને હજુ સુધી બિલોના ચૂકવણા બાકી હોય તેની ફરિયાદો ઊઠી છે.

જેતપુર તાલુકાના મામલતદારે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રને પત્ર પાઠવીને 2018-19માં જેતપુર મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા બીએલઓ અને અન્ય કર્મચારીઓને રોકીને મતદાર યાદીની સુધારણાની કામગીરી કરવામાં આવી હતી. આ ખર્ચ અંગેના બાકી બિલોનું ચૂકવણું ગ્રાન્ટના અભાવે બાકી રહી ગયું છે. તો 2018-19ના ખર્ચાઓ માટે અલગથી ગ્રાન્ટ ફાળવવા માગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *