300એ પહોંચતા NDA હાંફી ગઈ

ગત 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ ચૂંટણી અનેક રીતે યાદગાર બની છે. જો કે આ 80 દિવસો દરમિયાન અનેક રાજકીય ઉતાર-ચડાવ આવ્યા છે. ગુજરાતમાં 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે. હાલ 25 સીટની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે.

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુ-પાલન મંત્રી રૂપાલા, રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકીય ભાવિ નક્કી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *