દલિત સમાજનું 48 કલાકનું અલ્ટિમેટમ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતો પર અત્યાચારની એક વર્ષમાં 51,000 ઘટના બની છે. દલિત અને દલિત મહિલાઓ પર બળાત્કાર, અત્યાચારની ઘટનામાં 48 ટકાનો વધારો થયો છે. આ આંકડાઓ દલિત આગેવાન અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપ્યા હતા. આજે 3 જૂનના રોજ ગોંડલ ભાજપનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશસિંહ દ્વારા જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનુ અપહરણ કરી, નગ્ન કરી માર મારવાનો ગુનો નોંધાયો છે. આ ઘટનાના 72 કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સૂધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જેથી ગોંડલના ધારાસભ્યને ગેરલાયક ઠેરવી પદ પરથી દૂર કરી ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આવે, એવી ઉગ્ર માગ સાથે રાજકોટમાં દલિત સમાજના આગેવાનો અને લોકોએ એકઠા થઈને કલેકટર પ્રભવ જોશીને આવેદન આપ્યું હતું.

અહીં ધારાસભ્ય અને દલિત સમાજના આગેવાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે જો આગામી 48 કલાકમાં આરોપીની ધરપકડ નહીં થાય તો જૂનાગઢ બંધની સાથે ગોંડલની ધરતી પર જ દલિત અસ્મિતા સંમેલન યોજીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *