ક્ષત્રિયોના SITની તપાસ સામે સવાલો

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં 27 લોકોના મૃત્યુ નિપજ્યાની ઘટના અંગે આજે રાજકોટ આવેલી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે SITની તપાસ સામે સવાલ ઉઠાવ્યા હતા. કારણ કે SIT રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે. જેથી હાઇકોર્ટના ન્યાયાધીશ દ્વારા તપાસ કરવામાં આવે તેવી એમની માગ છે. તેમણે કહ્યું કે, 27 મૃતકોના પરિવારજનોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. જેમની તમામ વિગતનો રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને આપવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા વધુ સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી.

રાજકોટ આવેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પ્રદેશ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, TRP ગેમ ઝોનની દુઘટર્ના દુઃખદાયક છે. આ ઘટનામાં માત્ર ક્ષત્રિય સમાજના જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ મૃત્યુ પામ્યા છે. ત્યારે તમામ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈ રહ્યા છીએ. મૃત્યુ પામેલા સુનિલભાઈ સિદ્ધપુરાના ઘરની હાલત ખૂબ જ ગંભીર છે. તેમના પરિવારમાં કમાનારું કોઈ નથી. આ ઉપરાંત આશાબેન કાથડના પરિવારની મુલાકાત લીધી. હવે ક્ષત્રિય સમાજના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની મુલાકાત લેશું. જે બાદ તેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને આપશું અને સહાય વધારવા માટે માગ કરશું. અગાઉની ઘટનાઓમાં SITની રચના બાદ તેના આરોપીઓની શું પરિસ્થિતિ છે? તેઓ જેલમાં છે કે જામીન પર છૂટી ગયાં? તેનો શ્વેત પત્ર રાજ્ય સરકારે જાહેર કરવો જોઈએ.

વધુમાં કહ્યું હતું કે, આ ઊપરાંત આ ઘટનામાં આ વિસ્તારના કોર્પોરેટર, ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સંસદ સભ્ય સુધીના જવાબદાર ગણાય. જેથી તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સહિતનાં ઘટના બાદ મોડા દેખાયા. આ પદાધિકારીઓ પણ આ ઘટનામાં એટલા જ જવાબદાર છે જેટલાં અધિકારીઓ છે. સ્થિતિનો તાગ મેળવવા માટે પ્રદેશ પ્રમુખે તો હજી પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *