રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે. જેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે. મનપા બાદ હવે પોલીસ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
એરપોર્ટ ખાતે આવશે. ટૂંકું રોકાણ કર્યા બાદ તેઓ સોમનાથ જવા રવાના થશે. દર વખતે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. હીરાસર એરપોર્ટ ખાતે TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સ્થાનિક નેતાઓનો ક્લાસ લેવાય તેવી શક્યતા છે. આવું રાજકીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. અગ્નિકાંડ મામલે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી શકે છે. બપોરના સમયે અધિકારીઓ-પદાધિકારીઓ હીરાસર એરપોર્ટ દોડી જશે.