રાજકોટ TRP અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. વેલ્ડિંગ કરનાર શખસની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરવામાં આવી છે. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલ આરોપી રાહુલ રાઠોડના કાકા છે. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાઝ્યા હતા. જેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસ દ્વારા મહેશ રાઠોડની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે મહેશ રાઠોડની ધરપકડ બાકી છે. આ ઉપરાંત જે જગ્યા પર TRP ગેમ ઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઈ શકે છે. જ્યારે અત્યારસુધીમાં 11 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે વેલ્ડિંગ કરનારની પોલીસે અટકાયત કરી છે.