સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ વપરાશમાં વધારો

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે. મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જ રહે છે. આજે પણ રાજકોટનાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આકરા તાપથી બચવા માટે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનુ ઓછું પસંદ કરે છે. ઘરે પણ ગરમીને કારણે પંખા અને એર કન્ડિશનની ઠંડી હવામાં રહેવાનું વધું પસંદ કરે છે. ગરમીને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના લોકોના વીજ વપરાશમાં વધારો નોંધાયેલો જોવા મળી રહ્યો છે. રાજકોટ પીજીવીસીએલ તરફથી મળેલા આંકડા મુજબ એક અઠવાડિયામાં જ ગરમીને કારણે લોકોના વીજ વપરાશમાં 446 મેગાવોટનો વધારો થયો છે.

PGVCLના ચીફ એન્જિનિયર પ્રોજેક્ટ આર. જે. વાળાએ જણાવ્યું હતું કે, PGVCL હેઠળ આવતા સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં ગઇકાલની વીજ ડિમાન્ડ 7,264 મેગાવોટ હતી જે 143 મિલિયન યુનિટ થાય છે. જ્યારે ગત અઠવાડિયે એટલે કે, 17 મેના 6,818 મેગાવોટ અને 135.5 મિલિયન યુનિટનો વીજ વપરાશ થયો હોવાનું સામે આવ્યું છે. આ રીતે ગત અઠવાડિયાની સરખામણીએ 446 મેગાવોટનો વીજ વપરાશ વધ્યો છે. જે બતાવે છે કે, આકરા તાપ વચ્ચે ઘરમાં પણ લાગતી ગરમીથી રાહત મેળવવા લોકો પંખા અને એર કંડીશનનો સતત ઉપયોગ કરી રહ્યાં છે. તેને લીધે વીજ વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *