નવા સાદુળકા ગામ પાસે મચ્છુ નદીમાં છ સગીર અને એક યુવાન નદીમાં નાહવા પડ્યા હતા. નાહતાં નાહતાં અચાનક નદીમાં પગ લપસી જતાં એક યુવાન અને બે સગીર નદીમાં ડૂબી ગયા. જ્યારે અન્ય સગીરો જીવ બચાવીને બહાર આવી ગયા છે. ફાયર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.
નદીમાં નાહવા પડેલા યુવકોમાં બચી ગયેલા બોચિયા જૈમિને જણાવ્યું હતું કે 7 લોકો અહીં નાહવા આવ્યા હતા, જેમાથી કોઈને તરતા આવડતું નહોતું, ફક્ત એક થોડું તરવાનું જાણતો હતો. ત્યાં એક જણે નદીમાં ડૂબકી મારી અને તણાવા લાગ્યો, જેથી ત્યાં બેઠેલા લોકો ત્યાં આવ્યા અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ બચ્યો નહીં. જોડે તેને બચાવવા પડેલા બીજા બે લોકો પણ એક પછી એક તણાવા લાગ્યા અને ડૂબી ગયા. એ લોકો ગયા એ ગયા, હજુ સુધી બહાર નથી આવ્યા. એકને તરતા જોયો તો મેં છેલ્લે સુધી બીજા બે તો આગળથી જ ડૂબી ગયા હતા. આગળ કાંઠા આગળ વધારે પાણી નહોતું, પણ થોડા આગળ જઈને વધારે પાણીમાં ડૂબકી મારી અને ડૂબી જ ગયા.