ભારતીય વાનગીઓથી અમેરિકનો મંત્રમુગ્ધ

હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ રોઝ ગાર્ડન રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ભારતના દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા’થી સમગ્ર વ્હાઈટ હાઉસ ગૂંજી ઉઠ્યું હતું. આ દરમિયાન વિદેશ મહેમાનોએ ભારતીય વાનગીઓ પણ સ્વાદ માણ્યો હતો. વ્હાઈટ હાઉસમાં મહેમાનો, પાણીપૂરી, સમોસા અને ભારતીય મીઠાઈ આરોગતાં જોવા મળ્યાં હતા. ભારતીય ઇમિગ્રન્ટ્સ તેમજ અમેરિકનો પણ આ વાનગીઓથી મોહિત થયા હતા.

સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડને જણાવ્યું હતું કે એશિયન ઇમિગ્રન્ટ્સ, મૂળ હવાઇયન અને પેસિફિક ટાપુવાસીઓએ આ દેશના ધરતીની સીંચી છે, વિકાસમાં સહકાર આપ્યો છે. બાઈડન આવા લોકોના વિકાસ માટે આગળ કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ચૂંટણીને લઈ ભારતીયોને ખુશ કરવાના પ્રયાસ
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરની શરૂઆતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ કારણે રાષ્ટ્રપતિ બાઈડન એશિયન સમુદાય ખાસ કરીને ભારતીયોને ખુશ કરવાની કોઈ તક ગુમાવી રહ્યા નથી. તે વાતનો પુરાવો વ્હાઈટ હાઉસના ખાસ કાર્યક્રમમાં ભારતીય ગીત અને પીરસવામાં આવેલી વાનગી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *